સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે આજ રોજ તા. 12.01.2023 ના સંસ્કૃત ભવન ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 09.30 વાગ્યે યુજીસી નેટના વર્ગમાં અધ્યાપનકાર્યનો શુભારંભ કરવામાં આવ્યો. સંસ્કૃત ભવનમાં મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ યુજીસી નેટ અને જીસેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ભવનને ગૌરવ અપાવ્યું છે. આજની પ્રાર્થનામાં ભવનના વિદ્યાર્થી ઉત્તમ મારુએ યુવકમહોત્સવમાં બે સ્પર્ધાઓમાં વિજેતાક્રમ પ્રાપ્ત કરીને શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવેલ તેનું ડૉ. એમ. કે. મોલિયા, ડૉ. આર.એન. કાથડ અને ડૉ. શારદાબેન રાઠોડે અભિવાદન કર્યું હતું. યુવાદિન નિમિત્તે વ્યાખ્યાન અને ત્યારબાદ શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરીથી મનુષ્ય અને પશુપંખીઓને થતી ઇજા અને જાનહાનિ અટકાવવા ચાઈનીઝ દોરીનો પ્રયોગ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી અને સમાજમાં પણ આ અંગે જાગૃતિ ફેલાવવા શપથ લીધા હતા.